મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રદેશ યૂથ કોંગ્રેસનાં પ્રમુખની આગેવાની હેઠળ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે સહી ઝુંબેશ


SHARE







મોરબીમાં પ્રદેશ યૂથ કોંગ્રેસનાં પ્રમુખની આગેવાની હેઠળ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે સહી ઝુંબેશ

દેશમાં થતાં ચૂંટણીમાં વોટ ચોરી કરવાનો ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કોંગ્રેસના રાષ્ટ્રીય આગેવાન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ છે ત્યાર પછીથી આ મુદે લોકોને જાગૃત કરવામાં માટે જુદાજ્ડૂય કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે મોરબીમાં આજે ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના પ્રમુખની હાજરીમાં વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી ત્યારે યુથા કોંગ્રેસના આગેવાનો સહિતના હાજર રહ્યા હતા. અને લોકોને વોટ ચોરી બાબતે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને તેની સહીઓ લેવામાં આવી હતી.

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાની આગેવાની હેઠળ સમગ્ર જીલ્લામાં ચૂંટણી દરમ્યાન દેશમાં કરવામાં આવતી વોટ ચોરી બાબતે લોકોને જાગૃત કરવા માટેની કવાયત કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે હાલમાં સહી ઝુંબેશ ચાલી રહી છે અને શનિવારે ગુજરાત પ્રદેશ યૂથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ મોરબીમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી વસિમભાઇ મંસૂરી, માળીયા તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ સંદીપભાઈ કલારિયા, મોરબી જિલ્લા પંચાયતના માજી સભ્ય મહેશભાઇ રાજકોટિયા, જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખ અલ્પેશ કોઠીયા, દિવ્યારાજસિંહ જાડેજા, કાળુભાઇ સેરશિયા, હિતેશભાઇ ભટ્ટ, મિલનભાઈ સોરીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને લોકોને વોટ ચોરી બાબતે સમજૂત કર્યા હતા અને તેઓની સહીઓ લેવામાં આવી હતી. અને ત્યાર બાદ હરપાલસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાની જેમ સમગ્ર ગુજરાત અને દેશમાંથી જે સહીઓ એકત્રિત કરવામાં આવશે તેને આગામી દિવસોમાં ચૂંટણી પંચને આપવામાં આવશે.






Latest News