મોરબીમાં પ્રદેશ યૂથ કોંગ્રેસનાં પ્રમુખની આગેવાની હેઠળ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે સહી ઝુંબેશ
મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને સ્કોર્પિયોથી ડબલ સવારી બાઇકને ટક્કર મારી યુવાન ઉપર હુમલો
SHARE







મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને સ્કોર્પિયોથી ડબલ સવારી બાઇકને ટક્કર મારી યુવાન ઉપર હુમલો
મોરબીમાં બાઈક સવાર યુવાનોને સ્કોર્પિયો હેઠળ કચડી નાખવા પ્રયાસ થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને આ બનાવમાં ઇજા પામેલ નવઘણ ડુંગરાને રાજકોટ સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે. તેમજ ઈજાગ્રસ્તે હોસ્પિટલના બિછાનેથી સાજીદ, અશરફ, નૂરમહમદના નામ આપ્યા છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી મુજબ નવઘણ મનુભાઈ ડુંગરા (25, રહે. સામાકાંઠે રામકૃષ્ણ સોસાયટી મોરબી) વાળો શુક્રવારે રાત્રે 11:00 વાગ્યાં આસપાસ પોતે વીસીપરામાં હતો ત્યારે સામેવાળા સાજીદ, અશરફ, નૂરમહંમદ સહિતનાએ ઝઘડો કર્યો હતો અને ધોકા તેમજ પાઇપથી માર માર્યો હતો. અને ઇજા પામેલા યુવાને કરેલા આક્ષેપ મુજબ નવઘણ અને તેનો મિત્ર નિઝામ બાઈક પર જતા હતા. ત્યારે સામેવાળા શખ્સોને નિઝામ સાથે જૂની અદાવત છે. તેનો ખાર રાખીને સ્કોર્પિયો કારથી બાઈકને ઠોકર મારી હતી. અને હુમલો કર્યો હતો. આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવેલ છે
