કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 70 પાડા ભરેલ આઇસરને રોકવાનો પ્રયાસ કરનારા ગૌરક્ષકો ઉપર મોરબી નજીક વાહન ચડાવવાનો પ્રયાસ
SHARE







કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 70 પાડા ભરેલ આઇસરને રોકવાનો પ્રયાસ કરનારા ગૌરક્ષકો ઉપર મોરબી નજીક વાહન ચડાવવાનો પ્રયાસ
મોરબીની રાજપર ચોકડી પાસેથી આઇસર વાહન પસાર થઈ રહ્યું હતું તેમાં કચ્છથી 70 પાડાને ભરીને મોરબી થઈને જામનગર બાજુ કતલખાને લઈ જતાં હતા જે વાહનને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો ત્યારે મોરબી અને રાજકોટના ગૌરક્ષકો ઉપર વાહન ચડાવવાનો પ્રયાસ કરીને આઇસર ચાલક તેનું વાહન લઈને નાસી ગયો હતો અને ત્યાર બાદ ટંકારા પાસે પડતર જીવમાં વાહન મૂકીને વાહન ચાલક નાસી ગયો હતો અને તેના વાહનમાંથી ભેંસના 70 પાડા મળી આવ્યા હતા જેથી કરીને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ શરૂ કરી હતી.
મોરબી વિહિપના શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચા તેમજ મોરબી અને રાજકોટ ગૌરક્ષકને બાતમી મળેલ હતી કે કચ્છ બાજુથી મોરબી થઈને જામનગર બાજુ એક આઇસર ગાડીમાં અબોલ જીવને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે જેથી વોચ રાખવામા આવૈ હતી અને કચ્છથી માળીયા થઈને જામનગર જઈ રહેલા આઇસર નંબર જીજે 2 એટી 8200 ને મોરબીની રાજપર ચોકડીએ પોલીસ ચેકપોસ્ટ પાસે રોકાવાની ટ્રાય કરવામાં આવી હતી ત્યારે વાહન ચાલક તેનું વાહન લઈને ટંકારા બાજુ નાસી ગયો હતો. જેનો ગૌરક્ષો દ્વારા પીછો કરવામાં આવેલ હતો ત્યારે ગૌરક્ષક ઉપર વાહન ચડાવી દઈને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી અને ત્યાર બાદ આ ગાડીને ટંકારા ગામમાં છાપરીથી અંદરના ભાગે આવેલ એક ખંડર જીનમાં મૂકીને આરોપી ભાગી ગયેલ હતો જેથી પોલીસને ત્યાં બોલાવી હતી અને પોલીસની હાજરીમાં ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી ભેસના 70 પાડા મળી આવ્યા હતા અને તેને ક્રૂરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જતાં હતા જેથી અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરેલ છે આ કામગીરી મોરબી શહેર વિહિપ, બજરંગ દળ, ગૌરક્ષા હિન્દુ યુવા વાહિની, મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાજકોટ ગૌરક્ષા જીવદયા ગ્રૂપના આગેવાનોએ પોલીસના સહયોગથી અબોલ જીવને બચાવી લીધેલ છે અને તેને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
