મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ


SHARE







વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ

મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત મણીમંદિરથી ગાંધીજીના સ્ટેચ્યુ ત્રિકોણ બાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ હતી જેમાં મોરબી કલેક્ટર કે.બી.ઝવેરી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ વિકાસ પદયાત્રાને મહાનુભાવોએ લીલી જંડી બતાવી મણીમંદિરથી પ્રસ્થાન કરાવી હતી. અને ત્રિકોણ બાગ ખાતે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વિકાસ પદયાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિત અધિકારીઓએ વિકાસ ભારત પ્રતિજ્ઞા લીધી હતી. આ વિકાસ પદયાત્રામાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપ સિંહ વાળા, ડીવાયએસપી વિરલ દલવાડી સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોરબીવાસીઓ જોડાયા હતા.






Latest News