મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના નવા ડેલા રોડ ઉપરથી બાઈકની ચોરી: શહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા


SHARE







મોરબીના નવા ડેલા રોડ ઉપરથી બાઈકની ચોરી: શહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા

મોરબીના નવા ડેલા રોડ ઉપર શોચાલય પાસે યુવાને તેનું બાઇક પાર્ક કર્યું હતું જે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરી લેવામાં આવે છે જેથી 50,000 ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે જૂની પોસ્ટ ઓફિસની બાજુમાં રહેતા અને કુરિયરનું કામ કરતા હસમુખભાઈ દેવજીભાઈ સોલંકી (45)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ભવાની ટ્રેડિંગની બાજુમાં આવેલા સૌચાલય પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 1615 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવે છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

ચલણી નોટ નંબર આધારે જુગાર

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દક્ષકભાઈ રમેશભાઈ બારવા (23) રહે. પંચાસર રોડ નિરવ પાર્ક સોસાયટી મોરબી તથા દાઉદભાઈ સફીભાઇ હોકાવારા (50) રહે. કુલીનગર-1 મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 860 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News