મોરબીના નવા ડેલા રોડ ઉપરથી બાઈકની ચોરી: શહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
વાંકાનેર શહેર-તાલુકામાં દારૂની બે રેડ: 350 લિટર દેશ દારૂ, 6 બોટલ અને 11 બીયરના ટીન કબ્જે, આરોપીઓની શોધખોળ
SHARE













વાંકાનેર શહેર-તાલુકામાં દારૂની બે રેડ: 350 લિટર દેશ દારૂ, 6 બોટલ અને 11 બીયરના ટીન કબ્જે, આરોપીઓની શોધખોળ
વાંકાનેર નજીક તળાવના કાંઠે સ્મશાનની બાજુમાં બનાવવામાં આવેલ ઝૂંપડામાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી 350 લિટર દેશી દારૂ કબ્જે કરેલ છે જો કે, આરોપી મળી આવેલ નથી આવી જ રીતે જામસર ગામની સીમમાં આવેલ વાડીમાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીના સેઢા પાસેથી દારૂની 6 બોટલ તથા બિયરના 11 ટીન મળી આવ્યા હતા જેને કબ્જે કર્યા છે જો કે, આરોપી મળી આવેલ નથી.
વાંકાનેર તાલુકાના લાલપર ગામથી કેરાળા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર તળાવના કાંઠે સ્મશાનની બાજુમાં બનાવવામાં આવેલ ઝૂંપડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી 350 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી પોલીસે 70 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય અને આ માલ રફિકભાઈ હબીબભાઈ વીકિયાણી રહે. ચંદ્રપુર ગુલશન સોસાયટીની બાજુમાં વાંકાનેર વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકાના જામસર તળ નામની સિમમાં મુકેશભાઈ દંતેશ્વરીયાના કબજા ભોગવટા વાળી વાડીમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે વાડીના સેઢા પાસે બાવળની કાંટમાંથી દારૂની 6 બોટલ તથા બિયરના 11 ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 10,440 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ મનસુખભાઈ દંતેસરિયા રહે. જામસર તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
