માળીયા (મી)ના વેજલપર ગામે બે મકાનમાંથી રોકડની ચોરી: એક બાઈકની ઉઠાંતરી
SHARE













માળીયા (મી)ના વેજલપર ગામે બે મકાનમાંથી રોકડની ચોરી: એક બાઈકની ઉઠાંતરી
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે થોડા દિવસો પહેલા જુદા જુદા મકાનમાંથી ચોરીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં આધેડે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રોકડા રૂપિયા તથા બાઈક સહિત કુલ મળીને 48,000 ના મુદ્દામાલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે પટેલ શેરીમાં રહેતા કિશોરભાઈ અંબારામભાઈ ભોરણીયા (55)એ અજાણ્યા શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તા 9/ 10 ના રાત્રીના 9:00 થી બીજા દિવસે સવારના 6:00 વાગ્યા સુધીના સમય ગાળા દરમિયાન કોઇપણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેઓના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો અને કબાટમાં રાખેલા રોકડા 38,000 ની ચોરી કરવામાં આવેલ છે તેમજ સાહેદ રમેશભાઈના ઘરની અંદર પ્રવેશ કરીને તેઓના ઘરમાંથી રોકડ રકમની ચોરી કરી હતી અને સાહેદ ગૌતમભાઈ ભરવાડનું 10,000 રૂપિયાની કિંમતનું બાઈક ચોરી કરી ગયેલ છે આમ કુલ મળીને 48,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
