મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો 36 બોટલ દારૂ સાથે પકડાયા: માલ આપનારની શોધખોળ


SHARE







મોરબીમાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો 36 બોટલ દારૂ સાથે પકડાયા: માલ આપનારની શોધખોળ

મોરબીના તખતસિંહજી રોડ ઉપરથી સીએનજી રીક્ષા પસાર થઈ રહી હતી જે રીક્ષાને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે રિક્ષામાંથી દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી રિક્ષામાં બેઠેલા બે શખ્સને પકડવામાં આવ્યા હતા અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની પૂછપરછ કરવામાં આવી હતી તેની પાસેથી માલ આપનારની નામ સામે આવ્યું હોય પોલીસે રિક્ષા અને દારૂ સહિત કુલ 53,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે અને માલ આપનારા શખ્સને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના તખતસિંહજી રોડ ઉપર આવેલ નવયુગના શોરૂમથી આગળના ભાગમાં સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 3409 પસાર થઈ રહી હતી જે રીક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા રિક્ષામાંથી દારૂની 36 બોટલ મળી આવી હતી જેથી 3600 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 53,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી રવિભાઈ જીતેન્દ્રભાઈ પાલા (30) રહે. રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલની પાછળ મોરબી તથા રવિભાઈ રાજેશભાઈ પરેચા (28) રહે. અમૃત પાર્ક સેન્ટ મેરી સ્કૂલ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરની પૂછપરછ કરી તેના વાલીને સોંપવામાં આવેલ છે તેમજ આ દારૂના જથ્થા સાથે પકડાયેલા બે શખ્સની પૂછપરછ દરમિયાન આ માલ સાગર કાંતિલાલ પલાણ રહે. રણછોડનગર મોરબી વાળા પાસેથી વેચાણ કરવા માટે લઈને આવ્યા હોવાની સામે આવ્યું છે જેથી કુલ મળીને ચાર વ્યક્તિઓ સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે અને માલ આપનારા શખ્સને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.

દારૂની મોંઘીદાટ બોટલ સાથે પકડાયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથી પીરની દરગાહ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની મોંઘીદાટ 1 બોટલ મળી આવતા પોલીસે 3300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી પાર્થભાઈ દિલીપભાઈ લાંઘણોજા (24) રહે. પી-7 રામકૃષ્ણ સોસાયટી કુળદેવી પાન સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News