મોરબીમાં રિક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બે શખ્સો 36 બોટલ દારૂ સાથે પકડાયા: માલ આપનારની શોધખોળ
મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી વેસ્ટ ઝોન પ્રિ રિપબ્લિક ડે કેમ્પમાં જોડાશે
SHARE














મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી વેસ્ટ ઝોન પ્રિ-રિપબ્લિક ડે કેમ્પમાં જોડાશે
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજના એકમ (NSS Unit) સક્રિયપણે ચાલી રહ્યું છે. આ એકમના સ્વયંસેવક કુંભાર સલીમ હાસમ પ્રથમ સ્થાનિક કક્ષાએ પછી યુનિવર્સિટી કક્ષાએ અને ત્યારબાદ રાજ્ય કક્ષાએ પ્રિ રિપબ્લિક ડે પરેડ માટે પસંદગી પામેલ છે. અને વેસ્ટ ઝોન પ્રિ રિપબ્લિક ડે કેમ્પમાં ૩૧ ઓક્ટોબરથી ૯ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે જોડાશે. જેથી પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલ ધ્રુવ, પ્રિન્સિપાલ ડો. રામ વારોતરિયા, એનએસએસ સ્વયંસેવકો તથા કોલેજ પરિવારે તેને અભિનંદન પાઠવેલ છે એ સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સલગ્ન બધી જ કોલેજોમાંથી ઝોન કક્ષાએ કુંભાર સલીમ સહિત છ સ્વયંસેવકોની પસંદગી થયેલ છે.

