મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી મોરબીના લખધીરપુર રોડે કેનાલમાં ડમ્પર ખાબક્યું મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ડિલિવરીના ઓપરેશન બાદ સારવારમાં મહિલાનું મોત: હસનપર ગામે ઘરે જમવા આવેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીમાં ડિલિવરીના ઓપરેશન બાદ સારવારમાં મહિલાનું મોત: હસનપર ગામે ઘરે જમવા આવેલ યુવાનનું હાર્ટ એટેકથી મોત

મોરબીના રણછોડ નગર વિસ્તારમાં રહેતી મહિલાને ડીલેવરીની સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ઓપરેશન બાદ તેને આઇસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી અને ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જ્યારે વાંકાનેરના હસનપર ગામે ઘરે જમવા માટે આવેલ યુવાનને હાર્ટ એટેક આવી જવાથી તેનું મોત નીપજયું હતું.

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા નસીમબેન રમજાનભાઈ (30) નામની મહિલાને ડીલેવરીની સારવાર અર્થે ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આઇસીયું વિભાગમાં દાખલ કરવામાં આવી હતી અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. તો વાંકાનેરના હસનપર ગામે રહેતા નવીનચંદ્રભાઇ ચનાભાઇ દાદરેચા (45) પોતે ગઈકાલે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ઘરે જમવા માટે આવ્યા હતા અને ઘર પાસે બજારમાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેકનો હુમલો આવી જવાના કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે, ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News