મોરબીના બગથળા ગામે માળીયા ઉપરથી નીચે પટકાયેલ તરૂણીનું મોત: અમરેલી ગામે ઘરમાં પડી જવાથી ઇજા પામેલ વૃદ્ધનું મોત
SHARE
મોરબીના બગથળા ગામે માળીયા ઉપરથી નીચે પટકાયેલ તરૂણીનું મોત: અમરેલી ગામે ઘરમાં પડી જવાથી ઇજા પામેલ વૃદ્ધનું મોત
મોરબીના બગથળા ગામે ઘરમાં માળીયા ઉપર ચડીને સફાઈ કામ કરતા સમયે તરૂણી ઉપરથી નીચે પડી હતી જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને તે તરુણીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જ્યારે અમરેલી ગામે રહેતા વૃદ્ધા ઘરમાં પડી ગયા હોય તેઓને માથામાં ઇજા થઈ હતી અને તેઓનું પણ સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
મોરબી તાલુકાના બગથળા ગામે બબીકાનગર સોસાયટીમાં રહેતા જસમતભાઈ મકવાણાની 17 વર્ષની દીકરી શોભાબેન પોતાના ઘરે માળીયા ઉપર ચડીને સાફ-સફાઈ કરતી હતી દરમિયાન કોઈ કારણોસર ઉપરથી નીચે પટકાવાના કારણે શોભાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી જો કે, ચાલુ સારવાર દરમિયાન શોભાબેનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પિતા જસમતભાઈ ચકુભાઈ મકવાણા (40) રહે. બગથળા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી
મોરબી નજીકના અમરેલી ગામે વીસીપરા રોડ ઉપર રહેતા દિવાળીબેન ધરમશીભાઈ ઝંઝવાડીયા (77) નામના વૃદ્ધા ગત તા. 28/ 9 ના રોજ સવારના સમયે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે પડી ગયા હતા જેથી તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન દિવાળીબેનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની મૃતક મહિલાના દીકરા રાજેશભાઈ ધરમશીભાઈ ઝંઝવાડીયા (45) રહે અમરેલી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.