મોરબીના રવાપર રોડે મહિલાના ગળામાંથી 80 હજારના સોનાના ચેનની ચીલઝડપ
SHARE














મોરબીના રવાપર રોડે મહિલાના ગળામાંથી 80 હજારના સોનાના ચેનની ચીલઝડપ
મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે રહેતી મહિલા તેના જેઠાણી અને સંતાનો સાથે મોરબીના રવાપર રોડ ઉપર રાજસ્થાન પાઉભાજી સામે ખરીદી કરવા માટે આવ્યા હતા ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા તે મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરવામાં આવી હતી અને 80 હજાર રૂપિયાની કિંમતના ચેનને લઈને બંને શખ્સો નાસી ગયા હતા જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ભાડુકા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે કવાર્ટર નંબર 31 બ્લોક નંબર 4 માં જેઠ, જેઠાણી અને પતિ સાથે રહેતા નીરૂબા મેહુલસિંહ ભાટીયા (27)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાજસ્થાન પાઉભાજી પાસે તેઓ ખરીદી કરવા માટે આવ્યા હતા અને ત્યાં બજારમાં ઊભા હતા દરમિયાન બાઈક ઉપર આવેલા અજાણ્યા બે શખ્સો દ્વારા ફરિયાદીએ ગળામાં પહેરેલા સોનાના 10 ગ્રામના ચેનની ચીલઝડપ કરી હતી અને મહિલા પાસેથી 80 હજાર રૂપિયાની કિંમતનો સોનાનો ચેન લઈને બંને શખ્સો સ્થળ ઉપરથી બાઈકમાં નાસી છૂટ્યા હતા જે બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

