મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની કુંભાર શેરીમાં મકાનમાં દારૂની 21 બોટલ સાથે એક પકડાયો, બે શખ્સની શોધખોળ


SHARE













મોરબીની કુંભાર શેરીમાં મકાનમાં દારૂની 21 બોટલ સાથે એક પકડાયો, બે શખ્સની શોધખોળ

મોરબીના નવા ડેલા રોડ ઉપર કુંભાર શેરીમાં આવેલ મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 21 બોટલ મળી આવતા પોલીસે 13,662 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક શખ્સની ધરપકડ કરેલ છે અને મકાનનો કબ્જો ધરાવતા શખ્સ સહિત બે શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં રાકેશભાઇ દામજીભાઇ પાદરેશાના કબજા ભોગવટા વાળા દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 21 બોટલ મળી આવતા પોલીસે 13,662 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઘરમાંથી હર્ષદભાઈ નાનજીભાઈ મકવાણા (49) રહે. મહેન્દ્રપરા શેરી નં-4 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મકાનનું કબજો ધરાવતા રાકેશભાઈ દામજીભાઈ પાદરેસા તેમજ હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયાના નામ સામે આવ્યા છે જેથી પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધ્યો છે અને બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વૃદ્ધનું મોત

મોરબીના આલાપ રોડ ઉપર આવેલ પટેલ નગરમાં રહેતા ધીરજભાઈ જેરામભાઈ આદ્રોજા (65) નામના વૃદ્ધને એક વર્ષ પહેલ લવો થઈ ગયો હતો અને ઘરે બે રેસ્ટમાં હતા દરમિયાન તેની તબિયત ખરાબ થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી






Latest News