મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા શ્રમિક યુવાનનું મોત


SHARE

























વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં લોડર ચાલકે હડફેટે લેતા શ્રમિક યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાના માટી વિભાગમાં યુવાન પગપાળા ચાલીને પસાર થઈ રહ્યો હતો દરમિયાન લોડર ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે યુવાનને હડફેટે લેતા તે નીચે પડી ગયો હતો અને યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનની પત્નીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો ઇટાલીનો સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સાવિત્રીબેન રાજુલાલ નાયક (29)એ લોડર નંબર જીજે 36 એસ 3472 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમા જણાવ્યુ છે કે, તેઓના પતિ રાજુલાલ શંકરલાલ નાયક કારખાનામાંથી પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે માટી વિભાગ પાસે લોડર ચાલકે તેનું વાહન બેફિકરાઈથી રિવર્સમાં લીધું હતું અને ફરિયાદીના પતિને હડફેટે લીધા હતા અને નીચે પછાડી દેતા ફરિયાદીના પતિને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News