ટંકારાના મેઘપર ઝાલા ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં મૃતકના પતિ સામે ગુનો નોંધાયો
SHARE
ટંકારાના મેઘપર ઝાલા ગામે પરણીતાએ કરેલ આપઘાતના બનાવમાં મૃતકના પતિ સામે ગુનો નોંધાયો
ટંકારાના મેઘપર ઝાલા ગામે રહેતી પરણીતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેમાં જમાઈ સામે દીકરીને ઘરકામ બાબતે અવારનવાર મેણાં ટોણાં મારીને શારીરિક દુઃખ ત્રાસ આપીને મરવા મજબૂત કરી હોવાથી ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે
મૂળ ટંકારા તાલુકાના ગણેશપુરના રહેવાસી અને હાલમાં બેલા ગામે રહેતા દેવાભાઈ શંભુભાઈ ચાડમીયા (62)એ તેના જમાઈ રમેશભાઈ અજમલભાઈ વાઘેલા રહે. મેઘપર ઝાલા તાલુકો ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓની દીકરી લક્ષ્મીબેનના લગ્ન આરોપી રમેશભાઈ વાઘેલા સાથે થયા હતા અને આરોપીને દારૂ પીવાની ટેવ હોય ફરિયાદીની દીકરીને અવારનવાર ઘરકામ બાબતે મેણાંટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને ફરિયાદીની દીકરીને મારવા માટે મજબૂર કરી હતી જેથી ફરિયાદીની દીકરીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે