મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામ નજીક કારખાનાની લેબર કોલોનીની બાલકાનીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE













મોરબીના બગથળા ગામ નજીક કારખાનાની લેબર કોલોનીની બાલકાનીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન કોલોનીમાં ત્રીજા માળે આવેલ લાકડાની બાલકાનીમાંથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામની સીમમાં આવેલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી રોહિતભાઈ અશોકસિંહ કનીજીયા (25) નામનો યુવાન કારખાનામાં આવેલ લેબર કોલોનીમાં ત્રીજા મળે આવેલ લાકડાની બાલકનીમાંથી નીચે પડી ગયો હતો જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની કપ્તાનસિંહ અનિલભાઈ ફેરવા (32) રહે. હાલ વીરાના કારખાનાની લેબર કોલોનીમાં બગથળા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News