મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ત્રણેય આરોપી જેલ હવાલે
મોરબીના લાલપર ગામે પરણીતા અને રફાળેશ્વર નજીક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
SHARE
મોરબીના લાલપર ગામે પરણીતા અને રફાળેશ્વર નજીક યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
મોરબીના લાલપર ગામે ઘરમાં પરણીતાએ અને રફાળેશ્વર ગામ નજીક આવેલ કારખાના પાસે યુવાને કોઈ અગમ્યતા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે બંનેના મૃતદેહને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલા લાલપર ગામે રહેતા કૂમાબેન અમિતકુમાર (20) નામની પરણીતાએ કોઈ અગમ્યતા કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો ચાર વર્ષનો હતો જોકે, કયા કરાણોસર મહિલાએ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી છે
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ વેલ્સા સિરામિક કારખાનાના કવાર્ટરમાં રહેતા મૂળ એમપીના રહેવાસી ગોપાલભાઈ હુકમસિંહ ઉર્ફે હોકમસિંહ યાદવ (20) નામના યુવાને કોઈપણ કારણોસર કારખાના પાસે ઝાડ સાથે લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને ત્યાં કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવાનનું મોત
ટંકારા તાલુકાના ઘૂનડા (સ) ગામે હરેશભાઈ પાટડીયાના પ્લોટ માં રહેતા મૂળ બિહારના સામપુર ગામના રહેવાસી ચંદનકુમાર તિવારી (27) નામના યુવાનને છાતીમાં દુખાવો થવા લાગતા તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની મૃતક યુવાનના બિહારમાં રહેતા પરિવારજનોને જાણ કરવામાં આવી છે