મોરબીના બગથળા ગામ નજીક કારખાનાની લેબર કોલોનીની બાલકાનીમાંથી નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીમાં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવારમાં મોત: ઉમિયા પાર્કમાં ઘરે બીપી ઘટી જવાથી યુવાનનું મોત
SHARE














મોરબીમાં બેભાન હાલતમાં મળી આવેલ યુવાનનું સારવારમાં મોત: ઉમિયા પાર્કમાં ઘરે બીપી ઘટી જવાથી યુવાનનું મોત
મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રેલવે ટ્રેક ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન હડફેટે ચડી જવાથી યુવાનને માથામાં અને શરીરે ઇજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા જોકે ત્યારબાદ તે યુવાન પાડાપુલ પાસેથી બેભાન હાલતમાં મળી આવતા પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીના પાડાપુલ નીચેના ભાગમાં રહેતા અમનભાઇ ઉર્ફ લોકેશ ઉર્ફે બાહુબલી રામનારાયણ ચતુર્વેદી (29) નામનો યુવાન થોડા દિવસો પહેલા મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ રેલવે ફાટક પાસેથી પસાર થતી ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તે યુવાનને માથાના ભાગે અને ઇજા થઈ હતી જેથી પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ ગત તા. 30/9 ના રોજ યુવાન મોરબીના પાડાપુલ પાસે બેભાન હાલતમાં મળી આવતા તેને સારવાર માટે પ્રથમ મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવની મૃતક યુવાનના માતા સુભદ્રાબેન રામનારાયણ ચતુર્વેદી (58) રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનનું મોત
મોરબીના વાવડી રોડ પર આવેલ ઉમિયા પાર્કમાં રહેતા વિશાલ હિતેશભાઈ ઝાલા (28) નામના યુવાનને તે પોતાના ઘરે હતો ત્યારે બીપી ઘટી ગયું હતું જેથી તે યુવાન નીચે પડી ગયો હતો અને ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

