મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવનારા યુવાનના ઘરમાં ફટાકડા ફોડીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવનારા યુવાનના ઘરમાં ફટાકડા ફોડીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા યુવાને અગાઉ વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવી હતી જેનો ખાર રાખીને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેના ઘરમાં અજાણ્યા બે એક્ટિવમાં આવેલા શખ્સો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા જયભાઈ પ્રવીણભાઈ અંબાણી (32)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે માધવ દિનેશભાઈ મકવાણા રહે. કંડલા બાયપાસ ધર્મ સૃષ્ટિ સોસાયટી મોરબી તથા અજાણ્યા બે એકટીવા ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યૂ છે કે આરોપી માધવ મકવાણાના પિતા સામે ફરિયાદીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવેલ છે જે બાબતનો ખા રાખીને આરોપીએ ફરિયાદીનો પીછો કર્યો હતો અને તેને ગાળો આપી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બે અજાણ્યા એકટીવા ચાલક દ્વારા ફરિયાદીના ઘરમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ સાથે પકડાયો

ટંકારા તાલુકાના છત ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ સાથે ધીરેન્દ્રકુમાર બંસીલાલ નીસાદ (26) રહે. ઇન્વીક્ટસ પોલીપેક કારખાનાના લેબર ક્વાર્ટરમાં છતર મૂળ રહે. ઉત્તરપ્રદેશ વાળા મળી આવ્યો હતો જેથી તેને પકડીને તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News