મોરબીના નવલખી રોડે ત્રિપાલ અકસ્માત સર્જીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
SHARE













મોરબીના નવલખી રોડે ત્રિપાલ અકસ્માત સર્જીને ત્રણ વ્યક્તિના મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શિવાંસ કોલ સામેથી પસાર થતી રીક્ષાના ચાલેકે બાઈક અને બુલેટને લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બાઈક, બુલેટ અને રીક્ષામાં જઈ રહેલા વ્યક્તિઓમાંથી કુલ મળીને ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રિક્ષાચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના મકરાણીવાસમાં રહેતા મહમદભાઈ હાજીભાઈ મુસાણી (40) નામના યુવાને સીએનજી રીક્ષા નંબર જીજે 39 યુ 0398 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી તેની રીક્ષા લઈને નવલખી રોડ ઉપર આવેલ શિવાંસ કોલ સામેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને ફરિયાદીનો ભત્રીજો સમીર બાઈક નંબર જીજે 37 ક્યુ 2156 લઈને જતો હતો જ્યારે ઇમરાન અને તસ્લીમ બુલેટ નંબર જીજે 36 એચ 4949 લઈને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ચાલકે બાઈક અને બુલેટને હડફેટે લીધા હતા અને અકસ્માત કર્યો હતો જેમાં ફરિયાદીના ભત્રીજા સમીર તથા બુલેટ ઉપર જઈ રહેલ ઇમરાનનું ગંભીર ઇજા થવાના કારણે મોત નીપજયું હતુ જયારે તસ્લીમને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં રિક્ષામાં બેઠેલ રહીમ અવેશભાઇ સંધવાણી નામના વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું આમ અકસ્માતના બનાવમાં જુદા જુદા ત્રણ વાહનમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા જે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
