મોરબીમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવનારા યુવાનના ઘરમાં ફટાકડા ફોડીને જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન
SHARE














મોરબીના પરશુરામ ધામ ખાતે કાલે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો સન્માન સમારોહ-ભૂદેવોનું સ્નેહમિલન યોજાશે: વનાળિયા ગામે જુદાજુદા બે નાટકનું આયોજન
મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે કાલે સવારે બ્રહ્મ પરિવારો માટે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ ભૂદેવોને ત્યાં આવવા માટે મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ સહિતના હોદેદારોએ આમંત્રણ આપ્યું છે.
મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ ડો.બી.કે.લહેરુ, મોરબી શહેર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આર.કે ભટ્ટ અને મોરબી પરશુરામ ધામના પ્રમુખ હસુભાઈ પંડ્યાએ અખબારી યાદીમાં જણાવ્યુ છેકે, તા.22/10 ને બુધવારના રોજ સાંજે 5:30 કલાકે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ મોરબી ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ મોરબીના લોક લાડીલા ધારાસભ્ય રાજયના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સન્માનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રહેતા તમામ બ્રહ્મ પરિવારના લોકોને આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
મોરબીના વનાળિયા ગામે નાટક
મોરબીના વનાળીયા ગામે શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટકનું આયોજન કરવામાં આવ્યું છે અને જૂનાગઢનો ઇતિહાસ રા'નવઘણ તેમજ લોકોને પેટ પકડીને હસાવતું કોમીક નાટક કણી ગાંડીનો જહલો જમાઈ આગામી તા 26/10 ને રવિવારે રાતે 9:00 કલાકે ગામમાં આવેલ રામજી મંદિરના ચોકમાં રજૂ કરવામાં આવશે તેનો લાભ લેવા માટે ગામના તમામ લોકોને શ્રી બજરંગ યુવક મંડળ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

