મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત


SHARE













મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત

મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રેલવે ટ્રેકની બાજુમાં કુદરતી હજતે જઈ રહેલ યુવાન ટ્રેનની હડફેટે ચડી જતા તેને માથામાં અને શરીરને ગંભીર થવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે વાંકાનેરના જામસર ગામના તળાવ પાસેથી બાઈક લઈને જઈ રહેલ યુવાન કોઈ કારણોસર બાઈકમાંથી પડી જતા તેને શરીરે ગંભીર ઇજા થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું

મોરબી નજીકના લાલપર ગામની સીમમાં જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ રેલવે ટ્રેકની બાજુમાં કુદરતી હાજતે યુવાન જતો હતો ત્યારે અકસ્માતે દિપકભાઈ પ્રમોદભાઈ બાદી (35) રહે હાલ કોરલ વિટ્રીફાઈડ કારખાનાની લેબર કોલોનીમાં લાલપર ગામની સીમ મોરબી મૂળ રહે ઓડીશા વાળો ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી કરીને તે યુવાનને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની મૂળ છતીસગઢ હાલ કોરલ વિટ્રીફાઈડ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ખગેશ્વર લક્ષ્મીરામ સિદાર (35)વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેરના જામસર ગામના તળાવ પાસેથી વરડુસર ગામે રહેતા સુરેશભાઈ ભૂદરભાઈ અગેચાણીયા (39) નામનો યુવાન બાઈક નંબર જીજે 36 એજી 0845 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News