મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન
માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે
SHARE
માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે
માળીયા મીયાણાના વાગડીયા ઝાપા પાસેથી કચ્છ પીપળીયા હાઇવે રોડ ઉપર ઇકો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે ઈકો ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની 197 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઇલ તથા ઈકો ગાડી મળીને કુલ 2,01,925 ની કિંમતનો મુદ્દા માલ કબજે કરી ગાડીમાં બેઠેલા બે શખ્સોને ઝડપી લીધા છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યો હોય માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 3 શખ્સો સામે ગુનો નોંધી બાકીના આરોપીને પકડવા તજવીજ શરૂ કરેલ છે.
માળિયા તાલુકા પોલીસી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાગડીયા ઝાપા પાસેથી કચ્છ પીપળીયા હાઇવે રોડ ઉપર ઈકો ગાડી નંબર જીજે 8 બીબી 7130 પસાર થઈ રહી હતી જે ગાડીને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 197 બોટલ મળી આવતા પોલીસે 76,925 ની કિંમતનો દારૂ 1,20,000 ની કિંમતની ગાડી તથા 5000 રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન આમ કુલ મળીને 2,01,925 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો છે અને હાલમાં કિશનભાઇ કાયદાનભાઈ ખાદા (29) અને સાગર ઉર્ફે ઠુંઠો રામૈયાભાઈ સવસેટા (29) રહે બંને વવાણીયા વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન સાધુરામ નામના શખ્સનું નામ સામે આવ્યું છે જેથી માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય શખ્સ સામે ગુનો નોંધી સાધુરામને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે
6 બોટલ દારૂ ઝડપાયો
મોરબીના વજેપર શેરી નંબર 5 માં રહેતા પ્રદીપ ચાવડાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 6 બોટલ મળી આવતા પોલીસે 4176 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રદીપ દેવકરણભાઈ ચાવડા રહે. વજેપર શેરી નંબર 5 મોરબી વાળા સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે
દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
મોરબીમાં વજેપર શેરી નંબર 23 માં રહેતા રાજભાઈ આદ્રેશાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 10 લીટર આથો તથા 5 લિટર તૈયાર દેશી દારૂ અને અન્ય સાધનો મળી આવતા પોલીસે 1400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી રાજભાઈ ઉર્ફે જીગલો ભીમજીભાઈ આદ્રેશા (23) રહે. વજેપર શેરી નંબર 23 મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સુરેશભાઈ ઉર્ફે સુડો લક્ષ્મણભાઈ થરેશા રહે. વજેપર શેરી નંબર 23 મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય બંને સામે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે









