મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે મંદિરની છત ઉપર નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું મોત


SHARE







મોરબીના ટિંબડી ગામે મંદિરની છત ઉપર નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું મોત

મોરબી તાલુકાના ટિંબડી ગામે મંદિરની છત ઉપર કામ કરતા સમયે અકસ્માતે નીચે પડવાથી યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેને ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત સાથે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતક યુવાનના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

મોરબી તાલુકાના જુના ટિંબડી ગામે રહેતો વિજયભાઈ તેજાભાઈ ગમારા (27) નામનો યુવાન ગામમાં આવેલ રામદેવપીરના મંદિરની છત ઉપર કામ કરતો હતો દરમિયાન અકસ્માતે તે ઉપરથી નીચે પટકાતા તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને પ્રાથમિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવની મૃતકના પરિવારજન ખોડાભાઈ જલાભાઈ ગમારા (23) રહે. જૂની ટિંબડી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News