મોરબીના ટિંબડી ગામે મંદિરની છત ઉપર નીચે પડતાં માથામાં ઇજા પામેલ યુવાનનું મોત
મોરબીમાં કલરમાં નાખવાનું લિક્વિડ પી ગયેલ 6 વર્ષની બાળકીનું સારવારમાં મોત
SHARE
મોરબીમાં કલરમાં નાખવાનું લિક્વિડ પી ગયેલ 6 વર્ષની બાળકીનું સારવારમાં મોત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સિરામિક કારખાનાની બાજુમાં મફતીયાપરામાં રહેતા પરિવારની છ વર્ષની દીકરી કલરમાં નાખવાનું લિક્વિડ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત નીપજયું હતુ અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરમાં નાગાબાવાની જગ્યા પાસે પેડક વિસ્તારમાં રહેતા પંકજભાઈ ચતુરભાઈ વિકાણી મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે કોસ્મો સિરામિકની બાજુમાં મફતીયાપરા વિસ્તારમાં આવ્યા હતા ત્યાં તેની છ વર્ષની દીકરી મનીષાએ કલરમાં નાખવાનું લિક્વિડ ભૂલથી પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.