મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં કલરમાં નાખવાનું લિક્વિડ પી ગયેલ 6 વર્ષની બાળકીનું સારવારમાં મોત


SHARE







મોરબીમાં કલરમાં નાખવાનું લિક્વિડ પી ગયેલ 6 વર્ષની બાળકીનું સારવારમાં મોત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ સિરામિક કારખાનાની બાજુમાં મફતીયાપરામાં રહેતા પરિવારની છ વર્ષની દીકરી કલરમાં નાખવાનું લિક્વિડ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પીટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા બાળકીનું મોત નીપજયું હતુ અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેરમાં નાગાબાવાની જગ્યા પાસે પેડક વિસ્તારમાં રહેતા પંકજભાઈ ચતુરભાઈ વિકાણી મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે કોસ્મો સિરામિકની બાજુમાં મફતીયાપરા વિસ્તારમાં આવ્યા હતા ત્યાં તેની છ વર્ષની દીકરી મનીષાએ કલરમાં નાખવાનું લિક્વિડ ભૂલથી પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News