મોરબીમાં કલરમાં નાખવાનું લિક્વિડ પી ગયેલ 6 વર્ષની બાળકીનું સારવારમાં મોત
મોરબી નજીક આવેલ હરિગુણ રેસીડેન્સીના કૂવામાં પડી જવાથી વૃદ્ધનું મોત
SHARE
મોરબી નજીક આવેલ હરિગુણ રેસીડેન્સીના કૂવામાં પડી જવાથી વૃદ્ધનું મોત
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ હરિગુણ રેસીડેન્સીના કૂવામાં પડી જવાથી વૃદ્ધનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પ્રભુકૃપા રેસીડેન્સીમાં રહેતા ભીમજીભાઇ જેરામભાઈ કાલરીયા (80) નામના વૃદ્ધ હરિગુણ રેસીડેન્સીમા આવેલ કુવામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.