મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા


SHARE







મોરબી જીલ્લામાં રિપેરિંગના નામે નર્મદાની કેનલો બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન: પંકજ રાણસરીયા

મોરબી જિલ્લામા શિયાળુ પાક લેવા માટેની તૈયારીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે રિપેરિંગના નામે કેનાલ બંધ કરવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે ત્યારે જો ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે કેનાલને બંધ કરવામાં આવશે તો ખેડૂતોને સાથે રાખીને આંદોલન કરવાની મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ ચીમકી ઉચ્ચારી છે.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયાએ જણાવ્યુ છે કે, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાંચ કેનાલ રિપેરિંગના નામે બંધ થવાની છે એવી માહિતી સામે આવી રહી છે પરંતુ જો આ કેનાલ બંધ કરવામા આવશે તો તેના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે અને ખેડૂતોને પારાવાર નુકશાન થશે માટે ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરના સમયે કેનાલને રિપેરિંગના નામે બંધ કરવામાં ન આવે તેવી માંગ કરી છે અને વધુમાં તેમણે જણાવ્યુ છે કે, ચોમાસામાં અતિ વરસાદના કારણે ચોમાસું સિઝનમાં ખેડૂતોને નુકસાની થઈ હતી અને જો શિયાળુ પાક માટે કેનાલમાંથી પાણી નહિ મળે તો ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવુ થશે. અને ભાજપના નેતાઓના ઇશારે આ કામ થતું હોય એવું લાગી રહ્યું છે એટ્લે જ તો ખેડૂતોની સમસ્યા નેતાઓને દેખાતી નથી. જો કેનાલ બંધ થશે તો ખેડૂતોને સાથે રાખીને મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા સહિતની ટીમ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.






Latest News