મોરબીના સિરામિક ઉદ્યોગને GST ના 5 ટકાના સ્લેબમાં રાખો, ઝૂલતા પુલના હતભાગીઓના પરિવારને ન્યાય આપો: અમિતભાઈ ચાવડા કમોસમી વરસાદથી સર્જાયેલ ખેડૂતોની મજાક ઉડાવતા મંત્રીઓને જોઈને ખેડૂતો કહે છે, ગુજરાતમાં નેપાળ વાળી થાય તો નવાઈ નથી: પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા મોરબીમાં ઘરે એસિડ પી ગયેલા વૃદ્ધાનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબીમાં પતિને વારંવાર ફોન કરતી પત્નીને ઠપકો આપતા મહિલાએ અણધાર્યું પગલું ભર્યું આજે મોરબીમાં જલારામ જયંતિ નિમિતે યોજાનાર જલારામ બાપાની શોભાયાત્રામાં રઘુવંશી પરિવારોને જોડાવા આહ્વાન છોટે વીરપુર મોરબીમાં આજે જલારામ જયંતીની ઉજવણી નિમિતે કાર્યક્રમોની વણજાર: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ યોજાશે હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીની સિલ્વર પાર્ક સોસાયટીના મકાનમાંથી 3.21 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE



























મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત એલસીબી ની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 240 બોટલો મળી આવતા પોલીસે 3,21,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હાલમાં એકની ધરપકડ કરવામાં આવી છે અને વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય બંને સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ બી.ડી. ભટ્ટ તથા સુરેશભાઈ હુમ્બલ, શક્તિસિંહ ઝાલા, ભાવેશભાઈ મિયાત્રા અને વિક્રમભાઈ કુગશીયાને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે મોરબીના જુના રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ કોળીના ઘરની અંદર અલ્પેશભાઈ કોળી તથા રવિ કોળીએ ભાગીદારીમાં દારૂનો જથ્થો મંગાવીને ઘરમાં છુપાવ્યો છે જેથી એલસીબી ની ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 240 બોટલો મળી આવતા પોલીસે 3,21,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરિયા રહે. હાલ સિલ્વર પાર્ક સોસાયટી, જુના ઘૂટું રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી જોકે, મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશભાઈ રમેશભાઈ જીંજરિયા અને રવિભાઈ રમેશભાઈ વિજવાડિયાની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી રવિ વિંજવાડીયા ને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે






Latest News