મોરબીના આમરણ ગામે અગાઉની માથાકૂટનો ખાર રાખીને યુવાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ચાબુક વડે મારમાર્યો
મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનારા બંને યુવાનોનો 19 કલાક પછી પણ કોઈ પત્તો નહીં: SDRF અને ફાયરની ટીમ દ્વારા શોધખોળ ચાલુ
SHARE
મોરબીની મચ્છુ નદીમાં ઝંપલાવનારા બંને યુવાનોનો 19 કલાક પછી પણ કોઈ પત્તો નહીં: SDRF અને ફાયરની ટીમ દ્વારા શોધખોળ ચાલુ
મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના પુલ ઉપરથી ગઈકાલે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે યુવાનોએ પડતું મૂક્યું હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ઘટના સાથે પહોંચી હતી અને પાણીમાં પડેલા યુવાનોને શોધવા માટે કવાયત કરવામાં આવી હતી જો કે, પાણીમાંથી યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી કરીને ગોંડલ ખાતેથી એસડીઆરએફ ની ટીમને મોરબી બોલાવવામાં આવેલ છે અને હાલમાં પણ મચ્છુ નદીમાં પડેલા યુવાનોની શોધખોળ ચાલી રહી છે તેવી માહિતી ફાયર વિભાગના અધિકારીએ આપેલ છે.
ગઈકાલે બપોરના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં બે યુવાનોએ પડતું મૂક્યું હતું જે અંગેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તથા સ્થાનિક તરવૈયાઓ દ્વારા મચ્છુ નદીમાં પડેલા બંને યુવાનોને શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી પરંતુ મોડી સાંજ સુધી પાણીમાં પડેલા યુવાનોનો કોઈ પત્તો લાગ્યો ન હતો જેથી ગોંડલ ખાતેથી એસડીઆરએફ ની એક ટીમને મોરબી ખાતે બોલાવવામાં આવી છે અને એસડીઆરએફ ના જવાનો તથા મોરબી મહાપાલિકાની ફાયરની ટીમ દ્વારા મચ્છુ નદીમાં ઝંપલાવનાર બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટે થઈને કવાયત કરવામાં આવી રહી છે.
દરમિયાન ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકી પાસેથી મળતી વિગત પ્રમાણે હર્ષદ બળદેવભાઈ પારઘી (20) રહે. વવાણીયા તથા અનિલ કનુભાઈ ભંખોડીયા (27) રહે. વીસીપરા મોરબી વાળાએ પાણીમાં ઝંપલાવ્યું છે તેવી વિગત તેઓના પરિવારજનો પાસેથી ફાયરની ટીમને મળી છે જેથી હાલમાં આ બંને યુવાનોને પાણીમાંથી શોધવા માટેની કવાયત કરવામાં આવી રહી છે જોકે, ગઈકાલે બપોરે 2:45 વાગ્યાના અરસામાં પાણીમાં યુવાનોએ ઝંપલાવ્યૂ હોવાની વાત સામે આવી હતી અને આજે સવારે 10:20 વાગ્યા સુધી હજુ પણ પાણીમાંથી બંને યુવાનોને શોધવા માટેની એસડીઆરએફ અને મહાપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છેકે,એ નદીમાં ગટરનું ગંદુ પાણી ભરેલ હોવાથી હાલમાં પાણીમાં પડેલા યુવાનોને શોધવાની કામગીરીમાં એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમના જવાનોને મુશ્કેલી પડી રહી છે.