મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં જુગારની 4 રેડમાં 5 પકડાયા


SHARE







મોરબી અને માળીયામાં જુગારની 4 રેડમાં 5 પકડાયા

મોરબી શહેર તાલુકા અને માળીયામાં જુગારની જુદીજુદી 4 રેડ કરી હતી ત્યારે રોકડ રકમ સાથે 5 શખ્સને પકડવામાં આવેલ હતા અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ માનવંતી ઈલેક્ટ્રીકની દુકાન પાસે જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રસ્તા ઉપરથી હસમુખભાઈ બચુભાઈ આત્રેશા (45) અને લખમણભાઇ મેરૂભાઈ ગોલતર (47) રહે. બંને ત્રાજપર વિસ્તારવાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 2200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયાની મોટી બજાર પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અયુબભાઈ ઉંમરભાઈ સામતાણી (32) રહે. માળીયા વાળો વરલીના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે ₹2,220 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે માળિયાની સરકારી હોસ્પિટલ જવાના રસ્તા ઉપર વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી લતીફભાઈ હૈદરભાઈ કાજેડીયા (32) રહે. સરકારી હોસ્પિટલ પાસે માળિયા મીયાણા વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 250 રૂપિયાની રોકડ સાથે તેની ઘરપકડ કરી હતી અને બંને ગુના માળીયા તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયા છે.

મોરબી તાલુકાના જૂના રોડ ઉપર સિમ્પોલો કારખાનાની લેબર કોલોની પાસે જાહેરમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અરૂણભાઇ રાજુભાઈ તળપદા (24) રહે લાલપર વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 420 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News