મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક બાઇકને હડફેટે લઈને તરુણનું મોત નીપજવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક બાઇકને હડફેટે લઈને તરુણનું મોત નીપજવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસેથી તરુણ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેના બાઇકને કાર ચાલકે હડફેટે લઈને અકસ્માતો કર્યો હતો જે બનાવમાં ઇજા પામેલા તરુણને માથા, છાતી અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક તરુણના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કારચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરામા આવેલ સીડફાર્મની બાજુમાં રહેતા ફારુકભાઈ ઇસ્માઈલભાઈ સામતાણી (40) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઈ 20 કાર નંબર જીજે 1 કેક્યુ 2017 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પીપળીયા ચાર રસ્તા પાસે જીઇબીના સ્ટેશનની સામેથી ફરિયાદીનો 17 વર્ષનો દીકરો ઈરફાન ફારૂકભાઈ સામતાણી બાઈક નંબર જીજે 12 એએચ 4842 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કાર ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું. અને અકસ્માત કર્યો હતો જે બનાવમાં ફરિયાદીના દીકરા ઈરફાનને માથા, છાતી અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News