મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી ! વાંકાનેરમાં બંધ મકાનને નિશાન બનાવીને રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી 3.55 લાખના મુદ્દામાલની ચોરી વાંકાનેરના લાલપર પાસે કાર ચાલકે સ્કૂટીને પાછળથી ટક્કર મારતા યુવાનને માથામાં હેમરેજ અને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા ટંકારા નજીક કાર પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં રેલવેના પાટા ક્રોસ કરતા વૃદ્ધ ટ્રેનની ઝડપે ચડી જતા મોત મોરબીના ડાયમંડનગર પાસેથી જુદી જુદી 2 બોલેરો ગાડીમાંથી 16 નંગ પાડા-પાડીને કતલખાને લઈ જતા બચાવ્યા મોરબી : જાગો ગ્રાહક જાગો યોજનાની સાર્થક કરવા ન્યાયમૂર્તિ પી.સી.રાવલને એક્ષટેન્શન આપવા માંગ રાજકોટથી મોરબી આવી રહેલા કાર રોડ ઉપર 8થી 10 પલટી ખાઈ જતાં કારમાં બેઠેલા 3 પૈકીનાં 2 યુવાનોના મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે


SHARE































મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે

મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની 6 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,600 ની કિંમતની દારૂની બોટલ કબજે  કરી હતી અને આરોપીને પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં આવેલ પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં નજરબાગ ફાટક સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની 6 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 6,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને રવિભાઈ ઉર્ફે ઘુચરી રાજુભાઈ રાઠોડ (26) રહે. સોઓરડી વરિયાનગર મસ્જિદ વાળી શેરી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાગ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના જુના રફાળેશ્વર રોડ ઉપર રામાપીરના ઢોરા પાસે વરલી જુગારી રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી નીતિનભાઈ ધીરુભાઈ અગેચાણીયા (22) રહે. કબીર ટેકરી શેરી નંબર-2 મોરબી વાળો વરલી જુવારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.












Latest News