મોરબીમાંથી દારૂની 6 બોટલ સાથે એક શખ્સ પકડાયો: 6600 નો દારૂ કબ્જે
હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું
SHARE
હળવદના માથક ગામે પરણીતાએ અગમ્ય કારણોસર ભર્યું અંતિમ પગલું
હળવદના માથક ગામે રહેતી પરણીતાએ કોઈ કરણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને ચરડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઈ ચાવડા (48) નામની પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના કાકા ધીરુભાઈ ખેર અને અન્ય સગા સબંધી ચરાડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના વી.પી.ચાવડા ચલાવી રહ્યા છે