મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રેલ્વેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવીને આપઘાત કરનારા યુવાનની લાશને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી


SHARE







મોરબીમાં રેલ્વેના બ્રિજ ઉપરથી નદીમાં ઝંપલાવીને આપઘાત કરનારા યુવાનની લાશને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢી

મોરબીમાં પાડાપુલની બાજુમાં આવેલ રેલ્વેના બ્રિજ ઉપરથી બુધવારે રાત્રિના સમયગાળા દરમિયાન યુવાને મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું જે બનાવની ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ગુરુવારે રાતે9 વાગ્યાના અરસામાં તે યુવાનની લાશને ફાયરની ટીમે પાણીની બહાર કાઢી હતી. અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતો યુવાન બુધવારે રાત્રીના પોતાના ઘરેથી નીકળી ગયો હતો અને ત્યારબાદ તેને પોતાના પરિવારજનને ફોન કરીને વાત કરી હતી અને પછી તેણે મોરબીના પાડાપુલની બાજુમાં આવેલ રેલવેના બ્રિજ ઉપરથી મચ્છુ નદીમાં ઝંપલાવ્યું હતું અને તેનું બાઈક પણ પાડાપુલ પાસેથી મળી આવ્યું હતું જેથી ફાયર વિભાગની ટીમને આ બનાવની જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળ ઉપર સાથે પહોચી હતી અને બોટની મદદથી મચ્છુ નદીમાં પડેલા યુવાનને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી અને ગુરુવારે રાત્રિના 9 વાગ્યાના અરસામાં તે યુવાનની લાશને ફાયરની ટીમે પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે ખસેડી હતી અને મૃતક યુવાનનું નામ રાકેશભાઈ લાલજીભાઈ મકવાણા (32) રહે. વજેપર મોરબી વાળો હોવાનું સામે આવ્યું છે. જેની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News