મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં ધારાસભ્ય, કમિશનર, એસપી સહિતના જોડાયા


SHARE







મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં ધારાસભ્ય, કમિશનર, એસપી સહિતના જોડાયા

અખંડ ભારતના શિલ્પી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી-એકતા દિવસની ઉજવણી અંતર્ગત મોરબીમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપરાંત કમિશનર, એસપી સહિતના અધિકારી અને પદાધિકારીઓ જોડાયા હતા.

એકતા દિવસની રાષ્ટ્ર વ્યાપી ઉજવણીની સાથે ગુજરાત રાજ્યમાં પણ અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે 31 ઓક્ટોબર, એકતા દિવસે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શનાળા રોડ ઉપર આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ કમિશ્નર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશકુમાર પટેલ સહિતના અધિકારીઓએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી. અને દોડ પૂરી કરવામાં આવી તે સ્થળે સહુ કોઈએ એકતા શપથ ગ્રહણ કરીને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ દોડમાં મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, એસપી મુકેશકુમાર પટેલ, ઇન્ચાર્જ ડીડીઓ અને ડીઆરડીએ નિયામક નવલદાન ગઢવી, નાયબ વન સંરક્ષક ડો.સુનિલ બેરવાલ, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અને નાયબ કલેક્ટર ઉમંગ પટેલ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા. મોરબી તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, મણિભાઈ સરડવા, દિનેશભાઇ વડસોલા લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ એક્તા દોડમાં જોડાયા હતા.






Latest News