માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય
Breaking news
Morbi Today

મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન


SHARE









મોરબી-હળવદમાં વિહિપ અને બજરંગ દળ દ્વારા કારસેવકોની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબી અને હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં  ગયેલા કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તે હુતાત્માઓની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે રામજન્મભૂમિ મુક્તિ આંદોલનમાં પ્રથમ કારસેવામાં તત્કાલ સરકાર દ્વારા ગોળીબાર કરી કારસેવકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી આ હત્યાકાંડમાં બલિદાન થયેલ તમામ હુતાત્માઓની યાદમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્ય દ્વારા તા ૨/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ સંસ્કારધામ બ્લડ બેંક, જી.આઈ. ડિ.સી મેઈન રોડ,મોરબી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા તા ૦૧/૧૧/૨૦૨૫ ને શનિવારના રોજ લોહાણા મહાજન વાડી ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ તથા જાહેર જનતાની સેવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવાનું આયોજન કરાયું છે. અને બપોરે ૧૨:૩૦ વાગ્યે સ્વરૂચિ ભોજન સમારંભનું પણ આયોજન કર્યું છે.




Latest News