મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં પોકેટ ગાર્ડન-સ્ટ્રીટ લાઇટ માટેની કામગીરી હાથ ધરાઇ


SHARE







મોરબીમાં પોકેટ ગાર્ડન-સ્ટ્રીટ લાઇટ માટેની કામગીરી હાથ ધરાઇ

મોરબીમાં કચરના પોઈન્ટ ઉપર પોકેટ ગાર્ડન બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તેમજ શહેરના જુદાજુદા વિસ્તારમાં મુખ્ય રસ્તાઓ ઉપર લાઇટો ચાલુ કરવાની કાર્યવાહી મોનપા દ્વારા કરવામાં આવશે.

મોરબી મહાપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા જુદાજુદા વિસ્તારોમાં લાઈટો ફિટ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે અને શહેરને ઝગમગાવીને દીવાળી દરમિયાન લોકોના હર્ષોલ્લાસમાં વધારો કર્યો હતો અને હાલમાં મોરબી શહેરમાં જે જે રસ્તાઓ પર લાઈટો નથી તેવા રસ્તાઓમાં ડીવાઈડરમાં પોલ નાખી લાઈટી નાખવાની કામગીરી ચાલી રહી છે. અને પંચાસર રોડ ઉપરની લાઈતોને ચાલુ કરી નાખવામાં આવેલ છે અને આવી જ રિતે શહેરના અન્ય મુખ્ય રસ્તાઓ ઉપર પણ લાઇટો ચાલુ કરવાની કાર્યવાહી ચાલી રહી છે અને વાવડી રોડથી બાયપાસ, વાવડી ચોકડીથી શનાળા ઘૂનડા રોડનું કામ હવે ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત મોરબી મહાપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકો જ્યાં કચરો નાખીને ગંદકી કરે છે તેવા હોટસ્પોટ ઉપર પોકેટ ગાર્ડન નાના બગીચા બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના ભાગરૂપે મોરબીના એલ.ઇ. કોલેજ રોડ ઉપર, સર્કિટ હાઉસ રોડ ઉપર તથા સુરજ બાગમાં આવેલ જીવીપી પોઇન્ટ સહિતની જગ્યા ઉપર ગાર્ડન શાખા દ્વારા નાના બાગ બનાવવા માટેની કામગીરી કરવામાં આવશે.






Latest News