મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત


SHARE









ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિએ સરદારબાગ-સ્ટેચ્યુ નિર્માણની જાહેરાત

ભારતના  લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ટંકારામાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટંકારા પટેલ સમાજ એસો. દ્વારા ટંકારા લક્ષ્મીનારાયણ સોસાયટી ખાતે આવેલ સાર્વજનિક પ્લોટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું ભવ્ય સ્ટેચ્યુ તથા સુંદર “સરદારબાગ” બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારા પટેલ સમાજ એસો.ના આગેવાને માહિતી આપતા જણાવ્યુ હતું કે, આગામી ટૂંક સમયમાં ભૂમિપૂજન સાથે “ખાત મુહૂર્ત” નું આયોજન કરવામાં આવશે. અને આશરે 20 લાખના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું આયોજન કર્યું છે અને ટંકારા શહેરને એક મહત્વનો જાહેર બગીચો તથા પ્રેરણાત્મક સ્મારક મળશે. છેલ્લા ઘણા વર્ષોથી ટંકારા પટેલ સમાજ એસો. સમાજ સેવા માટે અવિરત કાર્યરત છે. અને ખાસ કરીને ફ્રી સબવાહિની સેવા દ્વારા મોરબી જિલ્લામાં અનેક પરિવારોને લાભ મળ્યો છે, જે સમાજની કલ્યાણશીલ ભાવનાનું પ્રતિક છે. ટંકારા શહેરમાં જાહેર બગીચાનો અભાવ હોવાથી આ આયોજનનો સ્થાનિક લોકો દ્વારા આવકાર કરવામાં આવેલ છે અને આ કાર્ય સરદાર સાહેબના આદર્શોને અનુસરતી યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.




Latest News