મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબીની અવની ચોકડીએ પરિવારજનો બહાર અને 3 વર્ષની બાળકી ફ્લેટનો દરવાજો અંદરથી લોક થઈ જતા ઘરમાં જ ફસાઈ


SHARE







ભારે કરી: મોરબીની અવની ચોકડીએ પરિવારજનો બહાર અને 3 વર્ષની બાળકી ફ્લેટનો દરવાજો અંદરથી લોક થઈ જતા ઘરમાં જ ફસાઈ

મોરબીની અવની ચોકડી પાસે પરિવારજનો બહાર હતા અને ત્રણ વર્ષની બાળકી ઘરમાં હતી ત્યારે ફ્લેટનો દરવાજો અંદરથી લોક થઈ જતા બાળકી ઘરમાં ફસાઈ ગઈ હતી જેથી ફાયરની ટીમને બોલાવીને દરવાજો તોડીને બાળકીને ઘરની બહાર કાઢવામાં આવી હતી

મોરબીની અવની ચોકડી પાસે આવેલ દર્શના ટાઉનશિપમાં ગુરુ પ્રેરણા એપાર્ટમેન્ટની અંદર રહેતા પરિવારના સભ્યો ઘરની બહાર હતા અને ત્રણ વર્ષની ધ્યાની નામની બાળકી ઘરની અંદર હતી અને દરવાજો પવનના કારણે અંદરથી લોક થઈ ગયો હતો જેથી બાળકી અંદર ફસાઈ ગઈ હતી અને ત્યારબાદ તે બાળકીને બહાર કાઢવા માટેના પ્રયત્ન કર્યા તેમ છતાં પણ દરવાજો ન ખુલતા અંતે ફાયરની ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી અને દરવાજો તોડીને ફાયરની ટીમે બાળકીને હેમખેમ ઘરની બહાર કાઢી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે બીજા માળ ઉપર રહેતા પરિવારના સભ્યો ઘર પાસે બહાર ફલેટ પાસે ઉભા હતા દરમિયાન પવનના કારણે ફ્લેટનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો અને ધ્યાની નામની ત્રણ વર્ષની બાળકી ફ્લેટની અંદર ફસાઈ ગઈ હતી જેથી દરવાજો ખુલતો ન હોય દરવાજાને તોડવા માટેનો ઘરના સભ્યો સહિતના લોકોએ પ્રયત્ન કરતા અંદર રહેલ બાળકી ગભરાઈ ગઈ હતી અને તે બુમા બુમ કરીને રડવા લાગી હતી. જેથી આ બનાવની ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળ દોડી આવી હતી અને સીડી મારફતે બાલકનીથી બીજા માળે ફ્લેટમાં પ્રવેશ કરીન ત્યાંનો દરવાજો તોડીને બાળકીને હેમખેમ ઘરની બહાર કાઢી હતી






Latest News