મોરબીમાં મહાપાલીકા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 ની જન્મજયંતી નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશન યોજાઇ
મોરબીમાંથી ઝડપાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર
SHARE
મોરબીમાંથી ઝડપાયેલ એમડી ડ્રગ્સના ગુનામાં પકડાયેલ ત્રણ આરોપીના રિમાન્ડ મંજૂર
મોરબીમાં કારમાંથી એક શખ્સ અગાઉ 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયો હતો જે ગુનાની તપાસમાં એ ડિવિઝન પોલીસની ટીમે હાલમાં મુંબઈમાં રહેતા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી અને તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે ત્રણેય આરોપીના આગામી તા. 3 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમે અગાઉ તા 16/10 ના રોજ સાવસર પ્લોટમાં આવેલ વેદાંત હોસ્પિટલ પાસેથી કાર નંબર જીજે 27 સી 1316 લઈને નીકળેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી 28.780 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેથી કરીને 2,87,000 ની કિંમતનું ડ્રગ્સ અને કાર તેમજ અન્ય મુદામાલ મળીને પોલીસે 5,35,100 ના મુદામાલ કબ્જે કર્યો હતો અને ત્યારે આરોપી યોગેશ રતિલાલ દસાડીયા રહે. મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.નો ગુનો નોંધીને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી તેવામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.એમ.કરકર અને તેની ટીમે આરોપી રિતેશ વાલમજીભાઈ કાસુન્દ્રા (40) રહે. મહાવીરનગર સોસાયટી દહીસર ઇસ્ટ મુંબઈ મૂળ રહે. ઘુનડા ટંકારા, ચિરાગ મહેન્દ્રભાઈ શાહ (36) રહે. માનારામ મિશ્રા ચાલ રાવલપાડા દહીંસર ઇસ્ટ મુંબઈ મૂળ રહે. પ્રાતીજ અને હિમાંશુ ભરતભાઈ ભરખડા (33) રહે. રાવલપાડા બાલાજીનગર મોતી દેસાઈ ચાલ દહીસર ઇસ્ટ મુંબઈ વાળાની ધરપકડ કરી હતી અને આ ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે ત્રણેય આરોપીના આગામી તા 3 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે.