ટંકારાના ધ્રુવનગર પાસે ડેમી-2 ડેમના પાણીમાં પડેલા યુવાનના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો
SHARE
ટંકારાના ધ્રુવનગર પાસે ડેમી-2 ડેમના પાણીમાં પડેલા યુવાનના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ધ્રુવ નગર ગામ પાસે ડેમી 2 ડેમના પાણીમાં ગઇકાલે મોડી સાંજે યુવાને ઝંપલાવ્યું હતું જે અંગેની જાણ મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી છે અને પાણીમાં પડેલા યુવાનને શોધવા માટેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મોડી રાતે યુવાનના મૃતદેહને પાણીના બહાર કાઢ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાના વિભાગને ગઇકાસે મોડી સાંજે પોણા સાત વાગ્યે ફોનથી જાણ કરવામાં આવી હતી કે મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ધ્રુવ નગર પાસે જે ડેમી 2 ડેમનું પાણી નદીમાં ભરાયેલું છે તે પાણીમાં કોઈ અજાણ્યા યુવાન દ્વારા ઝંપલાવવામાં આવ્યું છે જેથી મહાપાલિકાની ટીમ તાત્કાલિક બોટ સહિતના ફાયરના સાધનો સાથે ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી અને પાણીમાં ઝંપલાનાર યુવાનને શોધવા માટેની ફાયરની ટીમ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી હતી અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી હતી જોકે, મોડી રાતે સવા દસ વાગ્યે નદીમાં પડેલા યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને મૃતક યુવાનનું નામ બંસીભાઇ પ્રવિણભાઇ કટારીયા (17) હોવાનું સામે આવ્યુ છે. જેની ટંકારા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાને કયા કારણોસર અંતિમ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.