મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબી નજીક નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા પરિવારની સગીરાએ જીવન ટૂંકાવ્યું

મોરબીના લીલાપર રોડ ઉપર પાંજરાપોળની સામેના ભાગમાં આવેલી ન્યુ વરિયા પ્રજાપતિ નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતાં પરિવારની સગીર દીકરીએ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ થાનગઢના રહેવાસી અને હાલમાં મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ સામે ન્યુ વરિયા પ્રજાપત નળિયાના કારખાનાની ઓરડીમાં રહેતા જીતેશભાઈ પ્રભુભાઈ સીતાપરાની 16 વર્ષની દીકરી સંજનાબેન સીતાપરાએ કોઈપણ કારણોસર કારખાનાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી 108 મારફતે તેને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ આર.આર.મિયાત્રા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતી કે, મૃતક સગીરાને આંચકીની બીમારી હતી. તેવુ તેના પરિવારની પૂછપરછમાં સામે આવ્યું છે

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતો પ્રકાશભાઈ વાલજીભાઈ પરમાર (27) નામનો યુવાન કોઈ કારણોસર ઈંટોનો ભઠ્ઠા પાસે ટાઇલ્સ ક્લીનર પી જતા તેને તાત્કાલિક સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં આવેલ સોનલ સોસાયટીમાં રહેતા શાંતુબાઈ અમરસિંહ લાંબા (70) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને રફાળેશ્વર ગામે આવેલ પ્રાથમિક શાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થતાં અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજા પામેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News