મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી નજીક એસએમસીની ટીમે કરેલ ગોડાઉન રેડના ગુનામાં માલ મંગાવનાર બુટલેગરની ધરપકડ


SHARE







મોરબી નજીક એસએમસીની ટીમે કરેલ ગોડાઉન રેડના ગુનામાં માલ મંગાવનાર બુટલેગરની ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે એસએમસીની ટીમે માર્ચ 2024 માં ગોડાઉન રેડ કરી હતી ત્યારે ત્યાંથી 1.51 કરોડ રૂપિયાનો દારૂ અને નાત મુદામાલ મળીને 2.20 કરોડનો મુદામાલ કબ્જે કરીને પોલીસે સ્થળ ઉપરથી 10 આરોપીને પકડાયા હતા અને આ ગુનામાં હજુ પણ આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે તેવામાં મોરબી એલસીબીની ટીમે આ ગુનામાં માલ મંગાવનાર બુટલેગરોની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.

મોરબીના લાલપર ગામ પાસે ગોડાઉનને ભાડે રાખીને અમદાવાદનો લીસ્ટેડ બુટલેગર જીમિત શંકરલાલ પટેલ તેના રાજસ્થાનના કુખ્યાત બુટલેગર રાજારામ મારવાડી અને ભરત મારવાડી સાથે ભાગીદારી દારૂનો ધંધો કરતો હોવાની બાતમી આધારે એસએમસીની ટીમે માર્ચ 2024 માં રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર રમેશ પુંજા પટણી અને ત્યાં કામે રાખવામા આવેલ મજૂરો સહિત કુલ ૧૦ આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને જીમિત શંકરભાઈ પટેલ સહિત કુલ મળીને ૨૧ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે સમયે લાલપર ગામે રેડ કરી હતી ત્યારે 1.51 કરોડની દારૂની 61152 બોટલ સહિત કુલ મળીને 2,20,90,440 નો મુદામાલા કબ્જે કર્યો હતો આ ગુનામાં અત્યાર સુધીમાં એલસીબીની ટીમે કુલ મળીને 24 આરોપીને પકડ્યા છે અને હાલમાં વધુ એક આરોપી દિપેશભાઇ ઉર્ફે રાહુલ પુનાભાઇ પટણી (37) રહે. અંબાજી માતાના મંદિર પાસે અંધેરી ઈસ્ટ મુંબઈ મૂળ રહે ચિત્રોડ તાલુકો રાપર જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં પકડાયેલ આરોપી દારૂનો જથ્થો પંજાબ અને ગોવાથી મંગાવનાર આરોપી છે અને તેને કોર્ટમાં રજૂ કરીને આરોપીના રિમાન્ડ લેવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે. અને આ ગુનામાં હજુ પણ ઘણા આરોપીઓને પકડવાના બાકી છે તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.






Latest News