મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવમાં સોમ-મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે


SHARE







મોરબીમાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવમાં સોમ-મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે

મોરબી જિલ્લામાં દાદા ભગવાનની જન્મ જયંતી મહોત્સવના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા. ૩ અને ૪ નવેમ્બર ના રોજ હાજર રહેશે. ત્યારે મોરબી જિલ્લાની તેમની મુલાકાત સંદર્ભે ધારાસભ્યશ દુલ્લભજીભાઈ દેથરીયા, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.

દાદા ભગવાનની જન્મ જયંતીની ઉજવણી અન્વયે મોરબી જિલ્લામાં તા. ૩ થી ૯ નવેમ્બર દરમિયાન ભવ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેમની મુલાકાત સંદર્ભે સુરક્ષા સહિતની વિવિધ વ્યવસ્થાઓ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ અને તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે વ્યવસ્થાઓને સુનિશ્ચિત કરવા સ્થળ મુલાકાત  કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, અધિક કલેક્ટર ઉમંગ પટેલ, પ્રાંત અધિકારી સુશીલ પરમાર, ડેપ્યુટી ડીડીઓ શૈલેષચંદ્ર ભટ્ટ, મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેર દિગ્વિજય સોલંકી, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ના કાર્યપાલક ઈજનેર દિવ્યેશ બાવરવા, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી રોહિત પ્રજાપતિ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News