મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતમાં 10 મી નવેમ્બરે સામાન્ય સભાની બેઠક યોજાશે


SHARE







મોરબી જીલ્લા પંચાયતમાં 10 મી નવેમ્બરે સામાન્ય સભાની બેઠક યોજાશે

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની આગામી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા 10 ને સોમવારે બપોરે 12:00 કલાકે જીલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાશે.

મોરબી જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા રાખવામા આવેલ છે તેમાં જે એજન્ડા લેવામાં આવેલ છે તેમાં ગત સામાન્ય સભાની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી, સામાન્ય સભાની ગત બેઠકના ઠરાવોની અમલવારીને બહાલી, જીલ્લા પંચાયતની જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી, સદસ્યો તરફથી મળેલ કોઈ પ્રસ્તાવ હોય તો તે બાબતની ચર્ચા આ ઉપરાંત વિકાસ કાર્યો જેવા કે જુના ઘાટીલાથી ટીકરને જોડતા રસ્તાને માર્ગ મકાન રાજ્ય વિભાગ હસ્તક સોપવા બાબત, વાંકાનેર તાલુકાના ચાર કામોની ઇએમડી ડીપોઝીટની રકમ જપ્ત કરી એજન્સીને કામમાંથી છુટા કરી બાકીનું કામ અન્ય એજન્સી પાસે કરાવવું અને એજન્સીને બ્લેક લીસ્ટ કરવા માટેની દરખાસ્ત સહિતના એજન્ડા લેવામાં આવેલ છે. તેવી માહિતી જાણવા મળેલ છે.






Latest News