મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો


SHARE

















મોરબી : ટંકારા પોલીસ અને એલસીબીએ ગાંધીધામના પડાણામાં થયેલ મર્ડરનો આરોપી દબોચ્યો
 

મોરબી એલસીબી સ્ટાફ તેમજ ટંકારા પોલીસને મળેલ બાતમીના આધારે વોચ દરમિયાન કચ્છ જીલ્લાના ગાંધીધામમાં આવેલ પડાણા ગામે લેબર કોલોની વિસ્તારમાં થયેલ મર્ડરના આરોપીને દબોચી લેવામાં મોરબી પોલીસને સફળતા મળેલ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરા, ડીવાએસપી રાધિકા ભરાય તેમજ સીપીઆઇ એમ.આર.ગોઢાણીયા દ્વારા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા અને પીએસઆઇ ડાભીને સુચના આપવામાં આવેલી હતી જે દરમિયાન ટંકારા પોલીસ તેમજ એલસીબીના સ્ટાફને મળેલી બાતમીને આધારે તેઓએ ગોઠવેલ વોચ દરમ્યાન પડાણા મર્ડર કેશના આરોપીને ટંકારા નજીકથી પકડી પાડવામાં આવેલ છે.

ગાંધીધામ જીલ્લાના પડાણા લેબર કોલોનીમાં હત્યાનો બનાવ ગઈકાલના રોજ બનવા પામેલ અને હત્યાના બનાવને અંજામ આપી હત્યા કરનાર આરોપી નાસી ગયેલ હોય જે અનુસંધાને અત્રના જીલ્લામા ચેકપોસ્ટ તથા નાકા પોઇંટ ઉપર સઘન વાહન ચેકીંગ કરીને હત્યા કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢવા સુચના થઈ હતી જે અનુસંધાને પીએસઆઇ એન.બી.ડાભીને હકિકત મળેલ કે ગાંધીધામ પડાણા ખાતે હત્યાને અંજામ આપી નાસી છુટેલ આરોપી સરકારી એસ.ટી.માં બેસીને નાસી છુટેલ છે તે હકિકત મળતા તેઓએ ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારને વાકેફ કરતા તેઓએ બાતમી અનુસંધાને મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ કાર્યરત હોય જ્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક સરકારી એસ.ટી.બસ ગાંધીધામ-રાજકોટ નીકળતા તેને રોકીને ચેકીંગ કરતા હત્યા કરી નાસી ગયેલ શંકાસ્પદ આરોપી અરવિંદભાઈ કરણભાઈ અઠીયા (ઉ.વ .૨૩) હાલ રહે.પડાણા તા.જી ગાંધીધામ(કચ્છ) મુળ રહે.બોહસસા જી.ધમો એમપી મળી આવતા તેની કડક પુછપરછ કરતા પોતે ગાંધીધામ પડાણા ખાતે લેબર કોલોનીમા એક ઇસમની હત્યા કરીને નાસી છુટેલ હોવાની કબુલાત આપતા તેને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ માટે ગાંધીધામ પોલીસને સોંપી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી પીએસઆઇ એન.બી.ડાભી તથા બી.ડી.પરમાર તેમજ પોલીસ સ્ટાફના વિજયભાઈ બાર, જયદેવસિહ ઝાલા, રાજેશભાઈ ડાંગર, સતિષભાઈ બસીયા તથા મોરબી જીલ્લા એલસીબી ટીમ અને ટંકારા પોલીસ ટીમે સંયુક્તપણે કામગીરી કરી હતી.




Latest News