મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો


SHARE









મોરબી નોટરી એસોસીએશને સરકારના ત્રણ વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી જાહેર કરવાના બીલનો ઉગ્ર વિરોધ કર્યો

તાજેતરમાં ભારત સરકાર દ્રારા સુચીત નોટરી એમેન્ડમેન્ટ બીલ-૨૦૨૧ ના અનુસંધાને તે બીલનો વિરોધ નોંધાવવા માટે મોરબી નોટરી એસોસીએશન દ્રારા નોટરીઓના અભીપ્રાયો સુચનો મંગાવવામા આવેલ તેમજ આ સુચીત એમેન્ડમેન્ટ બીલના વિરોધમા મોરબી જીલ્લાના નોટરીઓમા ઘેરા પ્રત્યાઘાતો પડેલા હોય તે બીલનો સખત વિરોધ નોંધાવવા માટે મોરબી જીલ્લાના નોટરીઓ દ્રારા મોરબી નિવાસી કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યુ હતુ અને આ અંગે ઉચ્ચસ્તરીય લડત આપવાનુ પણ આયોજન ક૨વામા આવેલ છે.આ તકે મોરબી નોટરી એસોસીએશનના પ્રમુખ ભાવેશ ડી.ફુલતરીયા, ઉપપ્રમુખ એલ.પી.ચાવડા અને કે.ડી.મુછડીયા તેમજ સેક્રેટરી આર.જી.ભાગીયા તેમજ મોરબી બાર એસોસીએશનના પ્રમુખ દિલીપભાઇ અગેચાણીયા નોટરી બી.કે.ભટ્ટ, નોટરી અશોકભાઈ સરડવા સહિતના નોટરીઓ હાજર રહ્યા હતા.

વધુમાં મળતી માહિતી મુજબ તાજેતરમાં સરકાર દ્વારા જે નોટરીઓના સંદર્ભમાં જે નવું બીલ લાવવામાં આવી રહ્યુ છે તે અંતર્ગત જે કોઇ વ્યક્તિને નોટરી તરીકે ડિગ્રી ઇસ્યુ કરવામાં આવે તેને પાંચ વર્ષની મર્યાદા માટે ઇસ્યુ કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે નોટરીને માત્ર બે વખત જ પાંચ-પાંચ વર્ષ માટે નોટરી તરીકે જાહેર કરાશે તેનો નવા બીલમાં ઉલ્લેખ હોય તે વાતને લઇને વિરોધ નોંધાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. એટલે કે લોકોને ૧૫ વર્ષથી જુના અને અનુભવી નોટરીઓનો લાભ મળશે નહીં તેમજ જે કોઈ વ્યક્તિ નોટરી તરીકે કાર્યરત છે અને જો તે નોટરીના કામની સાથે જો વકીલાત ન કરતા હોય અને તેમનો નોટરી સમય પુરો થાય ત્યારે તેમને વકીલાત શરૂ કરવામી થાય તો તેને લઇને આર્થિક પ્રશ્નો પણ ઊભા થાય તેવા પ્રકારના આ સરકારી બિલમાં સુધારા હોવાના કારણે હાલમાં નોટરીઓ દ્વારા સરકારના નવા આવી રહેલા નોટરી કાયદાનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.




Latest News