મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં રહેતા યુવાનને વતન યાદ આવતું હોય ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં નેશનલ હાઈવે રોડ ઉપર બે બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 3 વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના નવાગામ (લખધીરનગર) પાસે વીજ પોલમાંથી ઇલેક્ટ્રીક શોટ લગતા ભેંસનું મોત


SHARE







મોરબીના નવાગામ (લધીરનગર) પાસે વીજ પોલમાંથી ઇલેક્ટ્રીક શોટ લગતા ભેંસનું મો

મોરબીના નવાગામ (લધીરનગર) ગામે રહેતા માલધારીની ભેંસને કોઈ કારણોસર વીજ પોલમાંથી ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને ભેંસનું મોત નીપજયું હતું અને આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવાગામ (લધીનગર) ખાતે રહેતા પેથાભાઇ ધારાભાઈ મારીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે મચ્છુ ડેમ નજીકથી તેઓની ભેંસ પસાર કરી હતી દરમિયાન તેને વીજ પોલમાંથી કોઈ કારણોસર ઇલેક્ટ્રીક શોટ લાગતા પેથાભાઇની ભેંસનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગેની તેઓએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

કાર-બાઇક વચ્ચે અકસ્માત

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચિંતામણી કોમ્પલેક્ષ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ક્રિષ્નાબેન કપિલભાઈ પંડ્યા (37) રહે. ચંદ્રેશનગર સનાળા રોડ મોરબી વાળાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર નજીક રહેતા પાર્વતીબેન લાલજીભાઈ પાંચોટિયા (89) નામના વૃદ્ધા બાઈકમાં બેસીને જઈ રહ્યા હતા દરમિયાન બાપા સીતારામ ચોક નજીક બાઇક સ્લીપ થવાથી અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News