મોરબીના નવાગામ (લખધીરનગર) પાસે વીજ પોલમાંથી ઇલેક્ટ્રીક શોટ લગતા ભેંસનું મોત
હળવદના કડીયાણા ગામે યુવાનને ફોન કરીને મેદાનમાં બોલાવીને તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ લોખંડના લાગીયા વડે મારમાર્યો
SHARE
હળવદના કડીયાણા ગામે યુવાનને ફોન કરીને મેદાનમાં બોલાવીને તેના મિત્ર સહિત ત્રણ શખ્સોએ લોખંડના લાગીયા વડે મારમાર્યો
હળવદના કડીયાણા ગામે કારખાનામાં રહેતા અને નોકરી કરતા યુવાનને તેના મિત્રએ ફોન કરીને ગામ પાસે આવેલ મેદાનમાં બોલાવ્યો હતો જેથી યુવાન પોતાનું બાઇક લઈને ત્યાં ગયો હતો ત્યારે યુવાનના મિત્ર તથા તેના પિતા તેમજ એક કૌટુંબિક મામાએ યુવાનને લોખંડના સેન્ટીંગ લાગીયા વડે વડે મારમાર્યો હતો જેથી યુવાનને પગમાં ફ્રેકચર થઈ ગયું હતું અને ઇજા પામેલા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના કડીયાણા ગામ પાસે આવેલ કારખાનામાં રહેતા અને નોકરી કરતા કિશોરભાઈ ચતુરભાઈ પારઘી (22)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના મિત્ર શનિ નરેશભાઈ સોલંકી અને તેના પિતા નરેશભાઈ સોલંકી રહે. બંને કડીયાણા તથા શનિના કૌટુંબિક મામા ભૂપીભાઈ રહે. સરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તે પોતાના ઘરે હતો ત્યારે તેના મોબાઈલ ફોન ઉપર શનીનો ફોન આવ્યો હતો અને તે ફરિયાદીનો મિત્ર હોય તેણે ફોનમાં ફરિયાદીને ખારાના મેદાનમાં પાંડાતીરથ રોડ બાજુ આવ મિત્રો આવેલ છે તેવું કહ્યું હતું અને બોલાવ્યો હતો જેથી ફરિયાદી પોતાનું બાઈક લઈને ત્યાં ગયો હતો ત્યારે શની અને તેના પિતા તથા તેના કૌટુંબીક મામા ત્યાં હાજર હતા અને ફરિયાદી કશું સમજે ત્યારે પહેલા તેને શનીએ તેના હાથમાં રહેલ સેન્ટીંગ કામ માટેનો લોખંડનો લાગીયો જમણા પગમાં માર્યો હતો અને ભૂપીભાઈએ તેને પકડી રાખતા નરેશભાઈ અને શનીએ તેને પગના ભાગે માર મારતા લોહી નીકળવા લાગ્યું હતું અને ત્યાં કામ કરતા અન્ય મજૂરોએ ફરિયાદીને માર ન મારવા માટે બૂમ પાડી હતી જેથી આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હતા જોકે, જતા જતા ત્રણેય આરોપીઓએ ફરિયાદીને કહ્યું હતું કે, “હજુ આટલો જ માર મારેલ છે હવે તો જાનથી મારી નાખશું” તેવી ધમકી આપી છે જેથી ઇજા પામેલા યુવાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
થોરીયાળી ગામે રહેતા અમરશીભાઈ ગુજરભાઈ જમરા (30) નામનો યુવાન બંગાવડીથી ખાખરા ગામ વચ્ચે લતીપર હાઇવે રોડ ઉપર બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે પ્રથમ મોરબી અને તેથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.